ધ્વનિ શસ્ત્ર - ભાગ 15

  • 934
  • 356

"જોસેફ આ શું કરી રહ્યો છે? હું પણ ન બચી શક્યો." ડોક્ટર મજમુદાર નો અવાજ પારખી જતા જોસેફ પોતાની જાતને સંભાળી નથી શકતો. આ તરફ ડોક્ટર પ્રતિભાને બધું જ સામાન્ય લાગતા તે જોસેફ ને હાથ ના ઈશારે થી બધું સામાન્ય છે એમ પુછે છે તો જોસેફ કોઈ ઈશારો નથી કરતો. ધીમે ધીમે સ્પંદનો ની ગતિ વધતી જાય છે. ડોક્ટર પ્રતિભાએ તરત જ કોમ્પ્યુટર બંધ કરીને ફટાફટ જોસેફ ના રૂમ તરફ આગળ વધી ત્યાં સુધી તો જોસેફ બેભાન બની ગયો હતો."જોસેફ.. જોસેફ.."ડોક્ટર પ્રતિભાએ તરત જ જોસેફ ના કાનથી હેડ ફોન દૂર કરી પછી તેને ચકાસણી કરી જોયો તો‌ એ‌ બેભાન થઈ ગયો