"આ નંબર?" જોસેફ હેબતાઈ ગયો.જોસેફ હજી તો કંઈ સમજી શકે એ પહેલાં જ એ યુવતી અદૃશ્ય થઈ ગઈ. જોસેફ ને એ નંબર યાદ હતો. જોસેફ પોતાની કાર ને બાજુમાં લઈ જઈને પછી એ નંબર પર ફોન કરે છે."હું આપનો શુભચિંતક વાત કરી રહ્યો છું. તમારી દીકરી હમણાં થોડી ક્ષણો પહેલાં જ આ પુલ પાસે ગમખ્વાર અકસ્માતમાં ઘવાઈ છે. જેને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી છે." "શું? કોણ?" સામે ના છેડે થી પ્રશ્નો ની ઝડી વરસાવતા એક અવાજને વધુ કંઈ ખબર પડે એ પહેલા જ જોસેફ ગભરાઈ ગયો અને મોબાઈલ ફોન ઓફ કરી દીધો.જોસેફ ખુબ ટેન્શનમાં કાર ચલાવી પોતાના ઘરમાં પહોંચી ગયો.રાત