"જો પહેલા તો સાવ સામાન્ય ધીમા અવાજે આપણે કેસ ને પુછીને કે શું સંભળાય છે એ કહેવું પડશે એમ કહીને ધીમે ધીમે ધ્વનિ સાવ સામાન્ય થી ઊંચે લઈ જઈશું. એ પછી જ હું જ્યારે કહીશ ત્યારે જ ટયુનિગ ફોર્ક નો પ્રયોગ કરજે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.જોસેફ પણ હામી ભરી દે છે. પહેલા સાવ જ સામાન્ય અવાજ સાથે શરૂઆત કરવામાં આવી. ડોક્ટર પ્રતિભાએ હેડ ફોન પહેરાવીને ટેસ્ટ કેસ તરફ અવાજ સંભળાય તેમ વ્યવસ્થા કરી."શું તને કોઈ અવાજ સંભળાય છે?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.કેસ કોઈ જાતનો જવાબ નથી આપતો. ડોક્ટર પ્રતિભાએ ફરી પ્રયત્ન કર્યો પણ કેસ હલતો પણ નથી. તેનું મોઢું ખુલ્લું હતું પણ