એકાંત - 59

પ્રવિણે ખુશ થઈને કાજલની વાત કુલદીપનાં પેરેન્ટ્સ અને ભુપત સામે કહી દીધી. કુલદીપનાં પેરેન્ટ્સ આ વાત જાણીને ખૂબ ખુશ લાગી રહ્યાં હતાં, પણ ભુપતને આ વાત જરાય પણ સારી ના લાગી. વાત સાંભળતા એના હાથમાંથી કપ છટકી ગયો. જોકે એણે કપ નીચે પડે એ પહેલાં પકડી લીધો."ધ્યાન રાખ, ભાઈ. તારા હાથે કેમ સાથ આપવાનું છોડી દીધુ ?""તે આટલા મોટા ન્યુઝ આપ્યા એટલે એ ખુશીમાં કપ હાથમાંથી પડવાનો હતો, એ પહેલાં મેં એ પકડી લીધો." કૃત્રિમ હાસ્ય સાથે ભુપત બોલ્યો."તું સાચે જ ખુશ છે ?" પ્રવીણે ભુપત સામે ખુશ થતા બોલ્યો."હા ભાઈ, મારાથી વધુ કોણ ખુશ હોય શકે ?" હોઠની અંદર