ચોકલેટ કેન્ડીના શોધક હર્શી

  • 1.1k
  • 98

 આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ         વિશ્વના મોટાભાગના ભાગોમાં ચોકલેટ કેન્ડી લોકપ્રિય બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા છે,એવા પેન્સિલવેનિયામાં જન્મેલા હર્શી ફૂડ્સ કોર્પોરેશનના સ્થાપક, મિલ્ટન હર્શીનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૮૫૭ના થયો હતો. એમની યાદમાં યુ.એસ. નેશનલ કન્ફેક્શનર્સ એસોસિએશન ૧૩ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ઉજવે છે. કોકોનો બીજો સૌથી મોટો ઉત્પાદક ઘાના ૧૪ ફેબ્રુઆરીએ ચોકલેટ દિવસ ઉજવે છે. જ્યારે લાતવિયામાં ૧૧ જુલાઈએ ઉજવવામાં આવે છે. વિશ્વ ચોકલેટ દિવસ 7 જુલાઇએ ઉજવાય છે.         મિલ્ટન હર્શીએ કેન્ડી વ્યવસાયમાં સફળ થવા માટે સંઘર્ષ કર્યો. શરૂઆતની નિષ્ફળતાઓ છતાં, તેમણે ક્યારેય હાર માની નહીં. હર્શીની ખ્યાતિ આખરે દૂધ ચોકલેટના પ્રથમ અમેરિકન ઉત્પાદક તરીકે આવી.