સુખની પરિભાષા

  • 518
  • 124

જીવમાત્ર સુખને શોધે છે. કીડીને સાકરના ટૂકડામાં સુખ લાગે છે. ફૂદાને મીણબત્તીના પ્રકાશમાં સુખ લાગે છે. ભૂખ્યા પ્રાણીને ખાવાનું મળતા સુખ લાગે છે. મનુષ્યોને પાંચ ઇન્દ્રિયોના સુખોમાં સુખ લાગે છે. સુખ મેળવવા માટે મનુષ્યએ ભૌતિક સાધનો જેવાકે, લક્ષ્મી, જમીન, ઘરબાર, મોટરગાડી, સંપત્તિ, સંબંધો, સંતાનો વગેરે પાછળ આંધળી દોટ મૂકી છે. પછી એમાંથી સુખ નથી મળતું તો અન્ય સાધનો જેવા કે ખાણીપીણી, ગોસિપ, મ્યુઝિક, પાર્ટી, ડ્રિન્ક્સ, વ્યસન, ટી.વી. ચેનલો, ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયા દ્વારા સુખ મેળવવા ફાંફાં મારે છે. આ બધા સાધનો દ્વારા સુખ મળ્યું એમ લાગે છે, પણ શું એ સુખ કાયમ ટકે છે? એક વ્યક્તિને લાડવા ખાવામાં સુખ લાગતું