1984 શીખ નરસંહાર

  • 72

દિવસ ઑક્ટોબર ૩૧, ૧૯૮૪ નો હતો અને સમય સાંજના ૪:૪૫ નો હતો. ઇન્દિરા ગાંધીને નં. ૧,સફદરજંગ રોડ ખાતેના નિવાસસ્થાને તેમના બે શીખઅંગરક્ષકોએ સવારે ઠાર માર્યાં ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંહ આરબદેશ યમનના સત્તાવાર પ્રવાસે હતા. વડા પ્રધાનની હત્યાના અશુભ સમાચાર તેમને મળ્યા કે તરત પ્રવાસ ટૂંકાવીને તેઓ બંધારણીય વડાની ફરજ સંભાળી લેવા દિલ્લી આવી પહોંચ્યા હતા. પાલમથી સીધા AIIMS જવાનું તેમણે નક્કી કર્યું, કેમ કે ઇન્દિરાનો પાર્થિવ દેહ હજી ત્યાં જ રાખવામાં આવ્યો હતો.ઇન્દિરા ગાંધીનો સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલો મૃતદેહહોસ્પિટલના આઠમા માળે રખાયો હતો. અરુણ નેહરુ સાથે રાષ્ટ્રપતિ ત્યાં ગયા અને સદ્ગત વડા પ્રધાનનેશ્રદ્ધાંજલિ આપી. સાંજે ૫:૧૫ વાગ્યે તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા નીકળ્યા ત્યારે