પ્રવિણે એનાં મનની વાત કાજલને હિમ્મત કરીને જણાવી દીધી. કાજલે પણ પ્રવિણનાં પ્રેમનાં પ્રસ્તાવને સ્વીકારી લીધો. પ્રવિણ એટલો ખુશ થઈ ગયો કે એણે એની પિતા ના બનવાની વાત કાજલને કહેતાં ભૂલી ગયો."એક તરફ તું એમ કહે છે કે મારો સ્પર્શ તારાં આત્મા સુધી સ્પર્શ કરી ગયો. હવે એમ કહે છે કે એક સ્ત્રીનાં હૃદયને હું નહીં સમજી શકું. વાહ રે સોમનાથ દાદા તમારી તો લીલાં અપરંપાર છે. માતા ઉમા પણ તમારી પાસે આવાં લાડ કરતાં હતાં ?" પ્રવિણે ઊંચું જોતાં સોમનાથ દાદા સાથે વાત કરવા લાગ્યો.કાજલ પ્રવિણથી દૂર થઈ ગઈ : "હવે તમારે અહીંથી જવું જોઈએ. પપ્પા ગમે તે સમયે