ભૂલ છે કે નહીં ? - ભાગ 82

  • 254
  • 102

આમ, જોવા જઈએ તો હું એકદમ વ્યસ્ત થઇ ગઈ. સવારથી નીકળું તે છેક સાંજે ઘરે શાંતિથી બેસું. પણ આપણી આર્થિક પરિસ્થિતિ સુધરતી ગઈ. મારા ટ્યુશનના પૈસા અને શાળાની નોકરીના પૈસા, એમ ધીમે ધીમે આપણે પૈસાની તંગીમાંથી બહાર આવવા લાગ્યા. એ અરસામાં આપણે ત્યાં ટેલિફોન ન હતો. મમ્મી ઘણીવાર કહેતા કે બેનનું કંઈ કામ હોય ને કંઈ ખાનગી વાત કરવી હોય તો પણ આપણાથી ન કરી શકાય કારણ કે ફોન કરવા બાજુમાં કાકાને ત્યાં જવું પડે.  પૈસાની થોડી રાહત થતાં મેં તમને કહ્યું હતું કે આપણે ટેલિફોનની લાઇન લઇ લઈએ જેથી મમ્મીએ બેનનું કામ હોય તો બાજુમાં કાકાને ત્યાં ન જવું