જેન્સી ધનરાજ શેઠના કહેવાથી ટેબલ પર નાસ્તો કરવા બેઠી. મનમાં તો બસ ઇન્સ્પેક્ટરની વાતો જ ઘૂમરાતી હતી. તે વિચારી રહી હતી કે આ આલીશાન ઘરમાંથી કોણ જાનને મારવાનો પ્રયાસ કરી શકે છે?ધનરાજ શેઠે તેને પૂછ્યું, "શું થયું બેટા, ક્યાં ખોવાઈ ગઈ છે?""કંઈ નહીં અંકલ, બસ એમ જ," જેન્સીએ જવાબ આપ્યો.તે નાસ્તો કરતી વખતે પણ મનમાં વિચારતી હતી, 'શું આટલા સારા લાગતા ધનરાજ શેઠ જ ગુનેગાર છે? કે પછી તેમના ઘરમાં રહેલું કોઈ બીજું વ્યક્તિ? મિસ તારા? કે પ્રેમ? પણ પ્રેમને તો જાન પ્રત્યે ભાઈ જેવો પ્રેમ છે.'બીજી તરફ, મિસ તારા પોતાના રૂમમાં બેસીને ગુસ્સામાં કંઈક વિચારી રહી હતી."આ છોકરી જાનની