નિતુ : ૧૨૨ (મુલાકાત) નિતુ કરુણા સાથે ઓફિસ પહોંચી. વાતાવરણ વરસાદી સર્જાયેલું હતું. બહાર અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશી વાદળો વીજ સાથે ગડગડાટ કરી રહ્યા હતા. ઓફિસ પહોંચ્યા છતાં નિતુને મનમાં અશાંતિ પ્રસરેલી હતી.એ વારંવાર પોતાના કાંડામાં બાંધેલી ઘડિયાળ તરફ જોતી. તો ક્યારેક વળી, ઊભી થઈ આમ- તેમ ચક્કર લગાવતી. એ જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળી રહી હતી. વિદ્યા એને મળવા માટે ત્યાં આવી પહોંચી. તંદ્રામાં ડૂબેલી નિતુનું સહસા ધ્યાન ગયું. "મેડમ, તમે?"તેની મનઃસ્થિતિ જોતા એણે પૂછ્યું, "હા. શાંતિ નથીને મનને?""ના. એવું કંઈ નથી."એ બોલી, "નિતુ, આ રીતે મન મારીને જીવવાનો કોઈ અર્થ નથી. ઓફિસ માટે થઈને તું આટલી ઘુટન સહન