સાંજનો ટાઈમ હતો, અંધારૂ થઈ ચુકયુ હતુ. શિયાળા અને ચોમાસા વચ્ચેનો સમય હતો. રાત જાણે કે દિવસનો પૂરેપરો નાશ કરીને પોતાનુ સામ્રાજ્ય ફેલાવવુ હોય એમ આગળ વધતી હતી. એક સુમસાન રસ્તા ઉપર એક મારુતિ ગાડી મધ્યમ ગતિએ જઈ રહી હતી. ગાડી ઉપર આગળ ડૉક્ટરનું ચિન્હ હતું અને અંદર એક યુવતી ગાડી ચલાવી રહી હતી. કદાચ એ યુવતી ડૉક્ટર હતી. થોડે સુધી બધુ સામાન્ય હતું. અચાનક એક પુરપાટ જતી ગાડી ઓવરટેક કરીને આગળ ગઈ , જેવી થોડી આગળ ગઈ એમાંથી બે વ્યક્તિઓને ફીલ્મી સ્ટાઈલમાં રહીને ઊભા બીજી એક ગાડીને રસ્તા વચ્ચે રોકીને એ ગાડીના ચાલક પર તૂટી પડ્યા.તેને જોઈને ડોક્ટરે પોતાની