એકાંત - 57

પ્રવિણને એના જીવનની સૌથી મોટી વાત જાણવા મળી કે એ કોઈ દિવસ પિતા બની શકશે નહીં. આટલી મોટી વાત જાણ્યાં પછી એ વિખરાઈ ગયો નહીં. પ્રવિણને એક આશા કાજલ સાથે બંધાયેલી હતી કે, એ એની તકલીફમાં જીવનભર સાથ આપશે. એ હિમ્મત કરીને એનાં ઘરે એનાં મનની વાત કરવાં ગયો.પ્રવિણ કાજલનાં ઘરનાં દરવાજા પાસે પહોંચ્યો. મનની અંદર બધી હિમ્મત એકત્ર કરીને એણે દરવાજો ખટખટાવ્યો. એક, બે, ત્રણ -  એમ એણે દરવાજો ખોલવાં કોઈ આવ્યું નહીં, ત્યાં સુધી ખખડાવાનું ચાલું રાખ્યું. ઘરની અંદરથી એક વ્યક્તિ દરવાજો ખોલવા આવી. પ્રવિણે એ વ્યક્તિ સામે જોયું તો એ કાજલની મમ્મી હતી."જય સોમનાથ, કાકી. મારું નામ પ્રવિણ છે.