ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. શેરાએ ધ્રુજતા હાથે એક કોથળાનું મોં ખોલ્યું. ક્ષણભર માટે ઝરણાંની ભીનાશ ભરી ઠંડી હવા સ્થિર થઈ ગઈ. પછી એ આંખો સામે ફાટી નીકળ્યો. ચમકારા નો ઝબકારો. કોથળાની અંદર ગૂંથેલા મખમલ જેવી કાળા કાપડની થેલી માં મુકાયેલા હતા શ્રીનાથજીના પ્રાચીન આભૂષણો. નાનકડા કુંડલથી લઈ રાજમુકુટ સુધી. હીરા-માણેકથી જડિત બધું જ ત્યાં હતું. બે સદીઓ જૂના, ધૂળિયા કોથળામાં, અંધારી ગુફામાં છુપાયેલા છતાં એનો તેજ એટલું જીવંત કે શેરાની આંખો ઝાંખી થઈ ગઈ. બીજો કોથળો ખોલતા સોનાની મોહરા નો વરસાદ છલકાયો. એ મોહરો પણ