એકાંત - 56

કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ લોકોને શોધવાની ના પાડી દીધી અને એ સાથે એની દીકરીથી દરેક સંબંધો પણ એમણે પૂરા કરી નાખ્યા.કુલદીપને ભૂલીને પ્રવિણ અને ભુપત એમના કરિયરમાં વ્યસ્ત થઈ ગયાં. જ્યારે પણ એ લોકોને સમય મળતો ત્યારે એ લોકો કુલદીપના ઘરે જઈને એક પુત્ર તરીને બધી ફરજ નિભાવી જતાં.કુલદીપના મમ્મી અને પપ્પાનું મન રાખવા માટે પ્રવીણ વાતો કરતાં કરતાં ટિખળ કરતો. એ ટિખળથી કુલદીપનાં પેરેન્ટ્સ એની સામે આછું મલકાતાં હતાં."કાકા, આ ભુપત્યા માટે આપણે બીજા દેશમાં બાયડી ગોતવાં જવી પડશે. એના ગુસ્સાને કારણે આજુબાજુની છોકરીઓએ એની સાથે પરણવાની જ ના પાડી દીધી."પ્રવિણ આવી