12. દિવસો તો કાઢવા ને?મારા ક્રૂ ની ચાર માંથી ત્રણ એર હોસ્ટેસ એ લોકો ઉપાડી ગયેલા. ચોથી ઝાડીમાં હાજતે કે કોઈ ચીજની શોધમાં હતી એ અમારા સદભાગ્યે બચી ગઈ. એ સમય વર્તી કોઈ ખાડામાં છુપાઈ ગયેલી.અમે લૂંટાઈ તો ગયા, હવે શું? કોઈને કોઈ રીતે જીવવું તો ખરું ને, જ્યાં સુધી કોઈ મદદ આવે ત્યાં સુધી !અમે હવે અમારી નાની વસાહત જેવું કરવા નક્કી કર્યું. બચેલા પુરુષો કોઈ પણ રીતે ઝાડની ડાળીઓ, નારિયેળીઓનાં સૂકાં પાન, કોઈ.પથરા મળે તો એ વગેરે લાવવા લાગ્યા અને બચેલી, મોટે ભાગે વયસ્ક સ્ત્રીઓ અમુક નિશ્ચિત વિસ્તાર ફરતી વાડ કરવા લાગી.કોઈ દોરડું કોઈના સામાન માંથી મળ્યું, ક્યાંકથી