ખનક - ભાગ 3

  • 434
  • 174

ખનક બીજા દિવસે સવારે વહેલી ઉઠી ગઈ કારણકે આજે તેનો નવી સ્કૂલમાં પહેલો દિવસ હતો.નાસ્તો કરીને તે હજુ તો બેઠી ત્યાં જ બહારથી અવાજ આવ્યો "ખનક...." બહાર તેની ફ્રેન્ડ મેઘા તેને બોલાવી રહી હતી. મેઘા એક જ  એવી ફ્રેન્ડ હતી જે ખનક સાથે તેની જૂની સ્કૂલમાં હતી.."આવું છું.." મમ્મી હું જાવ છું હો ,નહીં તો ઓલી માતાજી આખી શેરી ને જગાડી દેશે. જય શ્રી કૃષ્ણ..ખનક બેગ લઈને ફટાફટ બહાર નીકળતા બોલી..હા, બેટા નિરાંતે જજો,જય શ્રી કૃષ્ણ..ખનક અને મેઘા સ્કૂલમાં પહોંચ્યાં,આજે નવી સ્કૂલનો પહેલો દિવસ હતો.પોતાનો ક્લાસ શોધી તેમાં ગયા.ઘણા ખરા વિધાર્થીઓ આવી ગયા હતા અને ઘણા આવી રહ્યા હતા..આજે પહેલો દિવસ