ખનક તેના મમ્મી અને બહેનની વાત સાંભળી મનોમન કંઇક નક્કી કરીને પોતાના રૂમમાં ગઈ. તેને રૂમમાં જઈને વર્ષોથી ધૂળ ચડેલું કેરમ ઉતાર્યું. કેરમ જ એક એવી રમત હતી જે રમતાં રમતાં બાપ દીકરી એકબીજાને પોતાના મનની વાત કરતા.તે કેરમ સાફ કરીને તે તેના પપ્પા પાસે તેમના રૂમમાં ગઈ..સુરેશભાઈ રૂમમાં વિચારોમાં ખોવાયેલા એક ખૂણામાં બેઠા હતા.ખનક રૂમની શાંતિ ભંગ કરતા બોલી, "શું લાગે છે પપ્પા આજે તમે જીતી જશો કે હું?"ઓહો! આજે ઘણા સમય પછી તને કેરમ યાદ આવ્યું? પણ બેટા આજે મને રમવાની ઈચ્છા નથી,આપણે પછી ક્યારેક રમશુ તો ચાલશે?"ના, પપ્પા રમવું તો આજે અને અત્યારે જ પડશે." ખનક પોતાની