બાગી 4

(21)
  • 168
  • 1
  • 64

બાગી 4- રાકેશ ઠક્કર        ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બાગી 4’ (2025) ની સમીક્ષકોએ ખાસ કોઈ પ્રસંશા કરી નથી કે દર્શકોએ પણ રસ બતાવ્યો નથી. 2014 માં ‘હીરોપંતી’ થી પ્રવેશ કરનાર ટાઈગર ‘બાગી’ થી સ્ટાર બન્યો હતો. ‘બાગી 4’ માં કંઈપણ મૌલિક નથી. એક તમિલ ફિલ્મમાંથી વાર્તા લેવામાં આવી છે પણ રીમેક ગણી નથી. ફિલ્મનું નામ સાર્થક થતું નથી. ‘બાગી’ એટલે બળવાખોર પણ ટાઇગર અને સંજયના પાત્રો બળવાખોર નથી. પ્રેમમાં ડૂબેલા પ્રેમીઓ લાગે છે. તે પોતાના પ્રેમ માટે લડે છે. એને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે પરંતુ ટ્રેલરમાં જે લોહીયાળ અને ખતરનાક એકશન દ્રશ્યો હતા એ ફિલ્મમાં નથી. તેથી ટ્રેલર જોઈને જનાર દર્શક દગો થયાનું અનુભવે છે. દ્રશ્યો જ કાપવામાં આવ્યા છે એટલું જ