નિતુ : ૧૨૧ (મુલાકાત) "નિતુ માટે આ બધું કરવું કેટલું મુશ્કેલ થશે!" ડાઈનીંગ ટેબલ પર સાથે જમવા બેઠેલા નિકુંજે વિદ્યાને કહ્યું.આ બધી વાતથી એ પણ તણાવમાં હતી. તે બોલી, "હા. મુશ્કેલ તો થશે જ. હવે જોવાનું એ છે કે આગળ શું થશે?""સો? કાલે એ આવે છે?""હા. મેં નવીનને કહીને મેઈલ સેન્ડ કરાવ્યો. એણે તો આવવા માટે તુરંત હામી ભરી દીધી. આઈ નો નિકુંજ, એ આ બધું નિતુ માટે જ કરી રહ્યો છે.""સ્ટ્રેન્જ..." વિચારમગ્ન થતાં એ બોલ્યો."સાચે. મને પણ ચિંતા થાય છે, કે કંપની માટે થઈ ને લીધેલો એનો નિર્ણય શું પરિણામ લાવશે?"બંને વાતો કરતા હતા એટલામાં બહાર ધીમો વરસાદ શરુ થઈ