કાવ્ય અને કાવતરા શિવ સાંજે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના દરરોજ ના નિયમ મુજબ નહાવા ગયો અને ત્યારબાદ પૂજારૂમ માં ગયો અને દીવા પ્રગટાવી ને ભગવાન નું નામ લેવાનું ચાલુ કર્યું અને અને ત્યાર બાદ પ્રાર્થના કરી ને પોતાના વિશાળ દિવનખંડ માં આવ્યો જ્યાં સુલેખા તેની રાહ જોઈ ને બેઠી હતી. સુલેખા :- શિવ કેવો રહ્યો આજ નો દિવસ?શિવ :- આજે ઘણા દિવસે ઓફિસ ગયો હતો એટલે કામ પણ ઘણું રહ્યું તો સાંજ કયા પડી ગઈ તે ખબર જ નો પડી. ચીન ના આપણાં પ્રોજેક્ટ ના કારણે પણ ખુબજ ટેન્શન છે. ત્યાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અને ત્યાંની આર્મી અને પોલીસ