કુલદીપ ગીતાને ભુલવાં તૈયાર થઈ ગયો હતો, ત્યાં અચાનક જાણવાં મળ્યુ કે એ ગીતા સાથે ભાગી ગયો. સોમનાથ વિસ્તારમાં લોકોને વાતો કરવાનો એક નવો વિષય મળી ગયો હતો.આ બધામાં સૌથી વધુ વેદના એક દીકરીના બાપને થતી હોય છે. સાચા અને ખોટાનો કશુ વિચાર કર્યા વિના ગીતાના પપ્પા કુલદીપનાં ઘરે પહેલાં કુલદીપના પપ્પા પર આક્ષેપ મુક્યો અને એ પછી પ્રવિણ અને ભુપતને જોઈને એમના પર આક્ષેપ મુકવાં લાગ્યાં."આ બધુ બન્યું એમાં મોટે ભાગે એવું જાણવા મળે છે કે ભાઈબંધના સાથ વિના કોઈ છોરો બીજાની દીકરીને ભગાડીને લઈ ના જાય. સાચું બોલો બન્ને તમે પણ આ બધામાં સામિલ હતા?" ગીતાનાં પપ્પાએ કરેલ