એકાંત - 54

ગીતાના પપ્પાએ કુલદીપના પપ્પાને બેઈજ્જત કરીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યા. એમના જીવનમાં એમની આટલી મોટી બેઈજ્જતી કોઈએ કરી ન હતી. દલપતકાકા સાથે પૂરા રસ્તામાં એમનાં કાંનમાં ગીતાનાં પપ્પાએ કહેલાં કડવાં શબ્દો પડઘાય રહ્યાં હતાં. એમના ઘરે પહોંચતા કુલદીપે એમનો ઊતરેલો ચહેરો જોઈને જાણી ગયો હતો કે ગીતાનાં પપ્પા એમનાં સંબંધ વિશે માન્યાં નહિ હોય.કુલદીપ પાણીના બે ગ્લાસ ભરીને એના પપ્પા અને દલપતકાકાને આપતા બોલ્યો, "પપ્પા, એ આટલા સરળતાથી આ સંબંધ માટે માનશે નહિ. થોડાક દિવસ રાહ જુઓ. એ સામેથી એમની દીકરીનો હાથ મને સોંપી દેશે."કુલદીપના પપ્પાએ પાણીનો ગ્લાસ ઊપાડ્યો અને કુલદીપની વાત સાંભળીને ગુસ્સામાં એ જ પાણીનો ગ્લાસ ભોંય