પ્રવિણે કુલદીપને પ્રેમ અને વાસના વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રવિણની વાત સાંભળીને કુલદીપને પસ્તાવો થયો. સુખમાં પાછળ રહેનાર એના દોસ્તોએ કુલદીપને તકલીફમાં પૂરો સાથ આપ્યો. કોલેજની પાસે ઝાડ નીચે એક બાકડા પર ત્રણેય બેસીને આગળના સમય વિશે ચર્ચા કરવાં લાગ્યાં."કુલદીપ, જે થવાનું હતું એ થઈ ગયું. નિયતિમાં જે થવાનું હોય છે એ થઈને રહે છે. સારો વ્યક્તિ એને જ કહેવાય કે એ એની કરેલી ભૂલોને સુધારી શકે. ભૂલોમાંથી આપણને કાંઈક શીખવા મળે છે. આગળ જીવનમાં કોઈપણ પગલું ભરે એ પહેલાં તું તારી આંખો બંધ કરીને તારા અંતઃમનને પૂછી જોજે કે તારો આત્મા તારા કર્મોમાં સાથ આપે છે કે નહિ." પ્રવિણે એને