પરંપરા કે પ્રગતિ? - 29

  • 424
  • 1
  • 122

કાર ધનરાજ વિલાના વિશાળ ગેટમાંથી અંદર પ્રવેશી. ગાર્ડને સલામ કરતા જોઈને જેન્સીને એક ક્ષણ માટે લાગ્યું કે જાણે તે કોઈ ફિલ્મનો ભાગ હોય. મુખ્ય દરવાજા પાસે પહોંચતા જ મિસ્ટર ધનરાજ પોતે જેન્સીને આવકારવા ઊભા હતા. તેમની પાછળ મિસ તારા અને તેમનો દીકરો પ્રેમ પણ હતા.​"જેન્સી, તું આરામથી આવી ગઈ ને?" ધનરાજે પૂછ્યું.​"હા સર, બિલકુલ," જેન્સીએ જવાબ આપ્યો.​તારા મેડમ જેન્સીને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર એક અસ્પષ્ટ સ્મિત હતું. પ્રેમે પણ જેન્સી સાથે હસીને હાથ મિલાવ્યો. જેન્સીને એક ક્ષણ માટે અજુગતું લાગ્યું, કારણ કે તેને યાદ હતું કે આ એ જ લોકો છે જે જાનને નફરત કરે