તેહરાન-રાકેશ ઠક્કર હિટ ફિલ્મો આપનાર ‘મેડોક ફિલ્મ્સ’ ની જોન અબ્રાહમ સાથેની ફિલ્મ ‘તેહરાન’ (2025) લાક્ષણિક બોલિવૂડ ફિલ્મોના દર્શકો માટે ન હોવાથી કદાચ થિયેટરને બદલે સીધી OTT પર રજૂ કરવામાં આવી છે. કારણ એ છે કે એમને આ ફિલ્મ થોડી ભારે પડી શકે એમ હતી. મનોરંજનના મસાલા વગરની વાર્તા ખૂબ જટિલ છે. એમાં એક્શન દ્રશ્યો એવા નથી કે મોટા પડદા પર જ જોઈ શકાય. એમાં ઈરાની અને ઇઝરાયલી ભાષાનો ઉપયોગ અને રાજકીય ગતિરોધ મૂંઝવણ પેદા કરી શકે એવા છે. અને આ કોઈ 'દેશભક્તિનો હોબાળો' મચાવતી ફિલ્મ નથી. પરિપક્વ દર્શકો માટે ઊંડાણપૂર્વક રજૂ કરાયેલી વાર્તા છે. એને સમજવા માટે ભારત, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોની મૂળભૂત જાણકારી હોવી જોઈએ.