પ્રકરણ – 7 બાળપણની ગલીઓ...!!હવે આવ્યો ત્રીજા ધોરણમાં… જે મારી બાળપણની સૌથી ભીની યાદો… જે યાદ કરતા આજે પણ મારી આંખોમાં પાણી આવી જાય છે…. એ શિક્ષિકા એટલે વિમળાબેન પટેલ અને એમનાં પતિ રમેશભાઈ પટેલ…. રમેશભાઈ પટેલથી તો હું ખાસ પરિચિત નથી..પણ જો વિમળાબેન મને આજે પણ મળી જાય તો મારે ખરેખર ખૂબ જ વાતો કરવી છે એમની સાથે..!!હા...કારણ કે વિમળાબેન દેખાવે બિલકુલ મારી મૈયા જેવાં જ દેખાતા હતાં..એટલે જ શાયદ મને એમનાં પ્રત્યે અનહદ લાગણી હતી... લગભગ 1999 નું જ વર્ષ હતું ને મારું ત્રીજું ધોરણ પૂર્ણ થવા આવ્યું હતું ને તારીખ યાદ છે મને 13 માર્ચ 1999, એ