પ્રેમપત્ર - ભાગ 2

  • 280
  • 138

"હું એકવાર મારી રેશ્માને મળી શકું છું?"વિવેકરાયે હકારમાં ફક્ત માથું ધુણાવ્યું.નાજુક નમણી રેશ્મા આગળ ચાલી રહી હતી અને પડછંદ કાય લેફ્ટેનન્ટ અમન તેની પાછળ પાછળ ચાલી રહ્યો હતો...રેશ્મા તેને ઉપરના માળે એક અલાયદો રૂમ હતો તેમાં લઈ ગઈ.અમને રૂની પૂણી જેવા નાજુક નમણાં રેશ્માના હાથ પકડી લીધાં, "ખૂબજ પ્રેમ કરું છું તને, મારી કમાણીમાંથી સાહીઠ હજાર ભેગા કર્યા છે અને આરામથી રહી શકીએ એટલું કમાવું છું. તને ખૂબજ ખુશ રાખીશ. મારા પ્રેમને શોધતો શોધતો જાનની પણ પરવા કર્યા વગર છેક અહીં સુધી પહોંચી ગયો છું. બોલ આવીશ ને મારી સાથે..?"પોતાના સાચા પ્રેમનો એકરાર કરતો તે રેશ્માની સામે ઘૂંટણિયે ઝૂકી ગયો‌.