વાંચન: તમારા જીવનમાં સમયનું શ્રેષ્ઠ રોકાણ · વાંચન: એક કળા અને કૌશલ્ય વાંચન એ એક કળા છે, વાંચન એ માત્ર છાપેલા અક્ષરોને ઓળખવાની ક્રિયા નથી, પરંતુ તેનાથી ઘણું વધારે છે. તે એક એવી કળા છે જે વ્યક્તિના જીવનને સમૃદ્ધ બનાવે છે. શ્રવણ અને કથન જેવી સહજ ક્રિયાઓથી વિપરીત, વાંચન એક વિચારશીલ અને માનસિક પ્રક્રિયા છે, જેમાં શબ્દોના દ્રશ્ય સંકેતોને ઓળખીને તેનો ઊંડાણપૂર્વક અર્થ સમજવો જરૂરી છે.આ પ્રક્રિયામાં આપણી આંખોનું કાર્ય શારીરિક છે, જ્યારે અર્થઘટનનું કાર્ય માનસિક છે. આ જ કારણે, માત્ર અક્ષરો વાંચી શકતું પણ તેનો અર્થ ન સમજી શકતું બાળક ખરેખર તે વાંચી શકતું નથી.આગળ કહ્યું તેમ માત્ર