આરતીનું મહત્ત્વ

  • 446
  • 1
  • 110

ભારતીય સંસ્કૃતિમાં ઘરમાં કે મંદિરમાં ભગવાનની અને દેવ-દેવીઓની આરતી કરવાનો રિવાજ છે. આપણે આરતી કોની કરીએ? સામાન્ય રીતે, શ્રીરામ કે મહાવીર ભગવાન કે જેઓ મોક્ષે સિધાવી ગયા છે તેમની, શ્રીકૃષ્ણ ભગવાન અને શિવ ભગવાન જેવી મહાન વિભૂતિઓની, કે પછી ગણપતિજી, હનુમાનજી, અંબામા અને સાંઈબાબા જેવા દેવ-દેવીઓની આરતી કરવામાં આવે છે.ભગવાનની સાચી ઓળખ મેળવીને તેમના ગુણગાન થાય તે હેતુથી કવિઓ કે મહાન પુરુષો ઊંચા શબ્દોમાં ભગવાનની આરતી, કીર્તન કે સ્તવન ગવડાવે છે. પછી લોકો તે પ્રમાણે આરતી અને કીર્તન ગાય છે. આરતી કરવા પાછળ આધ્યાત્મિક વિજ્ઞાન છૂપાયેલું છે. આપણે જેમની આરતી ઊતરીએ તેમની ભક્તિ થાય. ભક્તિથી બે ફળ મળે. એક તો પુણ્યનું