ટ્રેન ની મુસાફરી - ભાગ 2

(13)
  • 428
  • 184

સાત વર્ષ વીતી ગયા હતા.આરવ હવે જાણીતા કવિ બની ગયા હતા. તેમનું પુસ્તક “મધરાત્રીની ટ્રેનનાં કાનાંફૂસી” અનેક વાચકોનાં દિલમાં સ્થાન પામી ચૂક્યું હતું.એક દિવસ તેમને અમદાવાદના સાહિત્ય મહોત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા.લોકોની ભીડ, કેમેરાની ચમક, પ્રશંસક વાચકોની લાઈનો—બધું જ ગૂંજતું હતું.આરવ સાઇનિંગ ટેબલ પર બેઠા હતા.અચાનક એક ઓળખીતી અવાજ સંભળાયો—“હજુયે યાદો જ લખો છો?”આરવનું પેન હાથમાંથી ખસી ગયું.તેને માથું ઊંચું કર્યું—સામે મીરા ઊભી હતી.સમયે મીરાને બદલી દીધી હતી.હવે તે વધુ પ્રૌઢ લાગી રહી હતી, આંખોમાં પરિપક્વતા હતી, પણ એ જૂની ચમક હજી પણ જીવંત હતી.આરવનો અવાજ કંપ્યો—“મીરા…! હું વિચારતો હતો કે તું હંમેશા માટે ગુમ થઈ ગઈ.”મીરાએ શ્વાસ લીધો અને કહ્યું—“લગ્ન