11. જીવસટોસટનો જંગ તો પણ, જાત બચાવવા જીવ પર આવી અમે બાંધેલી હાલતમાં પણ એમની તરફ ઘસ્યા. કોઈ ગબડતો એકાદા ચાંચિયા ના પગ સાથે અથડાઈ એને પછડવામાં સફળ થયો તો મેં હાથ બંધાયેલી હાલતમાં ઊંધું ઘાલી દોડી કોઈના પેટમાં માથું અથડાવી એને પાડ્યો. હજી બચી ગયેલી એક સ્ત્રી કાલના કેમ્પ ફાયરનું હજી સળગતું કોઈ લાકડું લઈ એમની તરફ દોડી. વધ્યું ઘટ્યું કાલનું ફ્યુએલ એમ જ જમીન પર વેરી એની ઉપર સળગતું લાકડું ફેંક્યું. એક ચાંચિયાનાં મોં પર વાગ્યું અને એણે જોરથી ચીસ પાડી. એ લાકડું એણે હવામાં ફેંક્યું જે નજીકમાં ઊભેલા એના સાથીના ખભે પડ્યું. એ તો દાઝ્યો, ખભે ઉઠાવેલ સ્ત્રી