આજે માર્ચ મહિના ની ત્રીજી તારીખ સોનાલી નો જન્મદિવસ, સવારે વહેલી ઉઠી ને તૈયાર થઈ ને તે તેના મમ્મી –પપ્પા ને પગે લાગી, તેના ભાઈ એ બર્થડે વિશ કર્યું, ટ્યુશન ના અને સ્કૂલ ના બધા સ્ટુડન્ટ્સે અને સ્ટાફ માં પણ સોનાલી ને બધા એ બર્થડે વિશ કરી, આજે સ્કૂલ માં સ્ટાફ ને સોનાલી એ નાસ્તા ની પાર્ટી આપી, સ્કૂલ છૂટ્યા પછી ઘરે આવી, આજે તેણે સાંજ ની બેચ માં રજા રાખી હતી, સોનાલી દર વર્ષ ની જેમ આજે પણ બર્થડે પર પોતાની બધી ફ્રેન્ડ સાથે બહાર જવાની હતી, સોનાલી પાંચમાં ધોરણ માં હતી ત્યાર થી તેના બર્થડે પર તેની ખાસ