મયુરી અને તેના પપ્પાને કારણે મીરા નિરાશ થઈને પોતાના રૂમમાં રડતી હોય છે. માનવ મીરાના રૂમ પાસે પહોંચીને દરવાજો ખખડાવે છે અને પૂછે છે, "શું હું અંદર આવી શકું છું, મીરા?"મીરા પલંગ પરથી ઊભી થઈને થોડી સ્વસ્થ થાય છે અને કહે છે, "તમે અંદર આવી શકો છો, આ તમારો જ રૂમ છે."માનવ મીરા પાસે પલંગ પર બેસે છે અને તેનો હાથ પકડીને કહે છે, "નિરાશ થવાની જરૂર નથી. આપણે ફરી એકવાર કોશિશ કરીશું, મયુરીની કસ્ટડી આપણને જ મળશે. જો તું આમ હિંમત હારી જઈશ તો મયુરીને કેવી રીતે સંભાળીશ? તને તો તારા પપ્પાની આદતની ખબર જ છે. તેમના પર ગુસ્સો