ભાગ ૩ : ધનશ ની વાત સાંભળીને RK એ સામો પ્રશ્ન કર્યો કે આ છોકરી અત્યાર સુધી હતી ક્યાં ?ત્યારે ધનશ એ જવાબ આપ્યો કે - " મને તો એમ જ હતું કે તેણી હિમાલય માં પ્રવાસ માં થયેલા એક્સિડન્ટ માં જીવિત નહિ રહી હોય , વળી SK એ પણ મને એમના વિશે કંઈ જણાવ્યું નહોતું , એ છોકરી તો મારા દીદી સમાન છે , તને તો ખબર જ હશે કે હું જ્યારે નાનો હતો ત્યારે અનાથ જ હતો અને કંઈ સહારો નહોતો , ત્યારે મને દીદી એ સહારો આપ્યો હતો અને હિમાલય માં જ્યારે મળ્યા ત્યારે મને ભાઈ બનાવ્યો હતો