ટ્રેન ની મુસાફરી - ભાગ 1

  • 468
  • 120

આરવ માટે રાત્રી 11:45ની ટ્રેન ફક્ત મુસાફરી નહોતી, એ તેની સાથી હતી.દરરોજ એ જ બોગી, એ જ બારી, એ જ પાનખર જેવો એકાંત.ઓફિસનું કામ, લોકોની ભીડ, અને પછી ખાલી ઘેર.જિંદગીમાં કોઈ રંગ નહોતો—માતા-પિતા ગામમાં રહેતા, મિત્રો પોતાના પરિવાર સાથે વ્યસ્ત હતા.તેનો એકમાત્ર આધાર—લેખન.તે કવિતાઓ લખતો, સપનાઓ લખતો, પણ પૂર્ણ નવલકથા ક્યારેય ના થઈ.તેનું દિલ પણ અધૂરું, લખાણ પણ અધૂરું.પણ એ રાત્રે બધું બદલાયું.ટ્રેનના ખાલી કોચમાં એક છોકરી બેઠી હતી. પીળા રંગનો સારો પહેરેલો, હાથમાં જૂની ડાયરી.તે બારીમાંથી બહાર જોઈ રહી હતી, જાણે શહેરની લાઇટ્સને પોતાના પાનાંમાં કેદ કરી રહી હોય.આરવએ ક્યારેય અજાણ્યા સાથે વાત ન કરી હતી, પણ આ વખતે