"એન્ડ ધ બેસ્ટ ડાન્સર એવોર્ડ ગોઝ ટુ મિસ ખનક શાહ." ખનક ની તો ખુશીનો તો પાર ન રહ્યો, આજે તેનું બાળપણ નું જે સપનું હતું બેસ્ટ ડાન્સર બનવાનું એ પૂરું થઈ ગયું હતું.એ તો પોતાની ચેર પર જ ઊભી થઈને ડાન્સ કરવા જતી હતી પણ આ શું? એ ડાન્સ કરવા ઊભી થઈ કે તરત ધડામ કરતી નીચે પડી..."એ શું થયું?લાગે છે આ પાગલ આજે ફરીથી સપનામાં બેસ્ટ ડાન્સર બની છે.હે ભગવાન, આ છોકરીના મગજમાંથી આ ડાન્સ નું ભૂત ઉતાર,બાકી આ છોકરી એક દિવસ ડાન્સર તો નહિ પરંતુ હાથ-પગ ભાંગી ને પેશન્ટ જરૂર થી બનશે.." ખનક ના મમ્મી દિવ્યાબેન રસોડાં માંથી