"જોસેફ તે પાવર સપ્લાય બંધ કર્યા ન હતો?" ડોક્ટર પ્રતિભાએ ગુસ્સે થઈ પુછ્યું."શું વાત કરો છો? હું તો બધું જ બંધ કરીને આવ્યો તો?" જોસેફે જણાવ્યું.જોસેફ નું ટયુનિગ ફોર્ક હવામાં ઉડતા નીચે રેકોર્ડ કરવાની જગ્યાએ જઈને પડી ગયું. ડોક્ટર પ્રતિભાએ મોઢું બગાડીને જોસેફ ને નીચે જવા તરફ ઈશારો કર્યો.બન્ને જણ નીચે પહોંચી પહેલા તો કોમ્પ્યુટર બંધ કરી દે છે. પછી જોસેફ ને સુચના આપતા ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું:"પહેલા હું કોઈ અવાજ બોલીને સંભળાવીશ. આ ફયુઝન જનરેટર પર એ અવાજ ને રેકોર્ડ કરી પછી એની બધી માહિતી ની ચકાસણી કરીને કોમ્પ્યુટર સાથે સરખાવીએ કે બરાબર કામ કરે છે કે નહીં?" "ઠીક છે." જોસેફ