ધ્વનિ શસ્ત્ર - ભાગ 10

  • 244
  • 102

"જોસેફ દરવાજો બંધ કર." ડોક્ટર પ્રતિભાએ ખોવાયેલા જોસેફ ને સમજાવ્યો."હા." જોસેફ હોશમાં આવ્યો.જોસેફે દરવાજો બંધ કરતા જ ડોક્ટર પ્રતિભા લાઈટો ચાલુ કરી ચારેય તરફ કાળી ફિલ્મ ની પટ્ટી ચઢાવી દે છે. જોસેફ તો હતપ્રભ જ રહી ગયો. એ દિવસે તો ફક્ત બે જ રૂમ દેખાયા હતા. પણ આ તો ખુબ મોટું કક્ષ હતું.એક પેસેજ થી આગળ વધતા જ એ રૂમ આવ્યો કે જ્યાં ડોક્ટર મજમુદાર અને હાડપિંજર પડ્યું મળી આવ્યું. એ રૂમ ની આગળ જ નીચે સીડીઓ જતી હતી. "ડોક્ટર પ્રતિભા આ રૂમ ક્યાં પુરો થાય છે?" જોસેફે પ્રશ્ન કર્યો."આ જે ટેસ્ટ કેસ હોય એને બેસાડીને  સંભળાવા માટે ની જગ્યા હતી.