"સર આ રીતે?" જોસેફ ગભરાઈ ગયો."તું ફક્ત કામ થી મતલબ રાખ." ટેક્સી ડ્રાઈવરે જોસેફને ટેકસીમાં બેસવા માટે સમજાવ્યો.જોસેફ પોતાની બેગ સાથે લઈને પછી ટેક્સી ડ્રાઈવર સાથે નિયત સમયે નીકળી ગયો. ટેક્સી ડ્રાઈવરે ચુપચાપ જ ધીમી ગતિએ ટેક્સી ચલાવી જેથી રહેણાંક વિસ્તારમાં કોઈ બીજાને રાત્રે ખબર ન પડે."હવેથી રોજ રાત્રે જ નોકરી કરવાની?" જોસેફે પુછ્યું."એ તને ઓફીસ માં જ કહેશે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.રાતની ચાંદનીમાં ટેક્સી જ્યારે ફેક્ટરી પાસે પહોંચી તો ત્યાં કોઈ જાતની પણ હલચલ ન હતી. જાણે કોઈ હતું જ નહીં પણ એ જ ભુલ હતી!! સિક્યોરિટી ગાર્ડ ને ટેક્સી ન રોકવા માટે સ્પષ્ટ રીતે સુચના હતી."અંહી ચેકીંગ કરવું પડશે."