અવનિલ : "તારી આવી બધી વાતોથી એક વાત યાદ આવી રહી છે. જો તું ખરેખર સમુદ્રમાંથી આવી હોય તો એક વસ્તુ હું પણ તને કહેવા માગું છું. નાનેથી જ હું અરબ સાગરની નજીક જતાં એક ખેંચાણ અનુભવતો હતો. એ ખેંચાણ તું નથી ને? જાણે એવો અનુભવ થતો હતો કે, કોઈ આ સમુદ્રની સપાટીથી પૃથ્વીને જોવા જાણવા સમુદ્રથી બાર નિકળવા મથી રહ્યું હોય એવો આ સમુદ્રનાં મોજાંમાંથી મને અહેસાસ થતો રહેતો. ક્યારેક ક્યારેક તો રાતનાં અંધારામાં હું ફાનસ લઈને એ ખેંચાણ શું છે? એ શોધવા નીકળી આવતો હતો. આ અંધારી રાતોમાં પણ હું ભટકતો હતો. એ અહેસાસ હું સમજી શકતો ન