ગલગોટી ની સાયકલ

  • 990
  • 296

આજથી લગભગ ૪૨ વર્ષ પહેલાંની વાત છે. હું, એટલે કે ગલગોટી, ત્રીજા ધોરણમાં ભણતી હતી. મારા માટે શાળા એ માત્ર ભણવાનું સ્થળ નહોતું, પણ નવા નવા મિત્રો અને રમતોનું મેદાન હતું. તે દિવસ મને હજી યાદ છે. અમારી સ્કૂલમાં મોટા ધોરણની એક વિદ્યાર્થિની, જે કદાચ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હશે, તે તેની ચમકતી નવી સાયકલ લઈને આવી હતી.​એ સાયકલ જોતા જ મારી આંખો પહોળી થઈ ગઈ. તેનો લીલો રંગ અને ચમકતી ધાતુ જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગઈ. આખો દિવસ મારા મનમાં એ સાયકલ જ ફર્યા કરતી હતી. શાળા પૂરી થઈ અને હું ઘરે પહોંચી, ત્યારે સીધી મારી બા પાસે ગઈ.​“બા,