એકાંત - 51

ગીતા અને કુલદીપ વરસાદમાં સાવ પલળી ગયાં હતાં. એક ટી શોપ પર બન્નેએ ચાય અને સમોસાનો નાસ્તો કરી લીધો. ખાલી પેટે આગળ શું કરવું એવો કોઈ વિચાર આવી રહ્યો ન હતો.નાસ્તો કરી લીધાં પછી તેઓ બન્ને શોપની બહાર નીકળી રહ્યાં હતાં, ત્યાં ફરી વરસાદનું એક ઝાપટું આવી પહોંચ્યું. આવા વરસાદમાં ઘરે જવું મુશ્કેલ બની પડ્યું હતું. ટી શોપની સામે ગેસ્ટ હાઉસનું બોર્ડ કુલદીપને નજરે ચડ્યું. "તને કોઈ તકલીફ ના હોય તો આપણે ગેસ્ટ હાઉસમાં એક રૂમમાં સમય પસાર કરી શકીએ? મોસમ વિનાનો. વરસાદ આજ પાગલ બની બેઠો છે." કુલદીપ ગીતાના જવાબની રાહ જોઈ રહ્યો હતો. ગીતાએ થોડોક વિચાર કર્યો અને બોલી, "તમારી