10. ચાંચિયાઓનો પ્રતિકાર.પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા, કાળા, પઠ્ઠા હબસીઓ જેવા લાગતા લોકો ઉતર્યા. તેઓ વિચિત્ર ચિચિયારીઓ પાડતા અમારી તરફ આવવા લાગ્યા. મારું ધ્યાન ગયું કે એમનાં વહાણ પર કોઈ દેશનો ધ્વજ ન હતો. માર્યા ઠાર! આ તો ચાંચીયા. મધ દરિયે માણસોની બૂમો સાંભળી બદઇરાદે જ દોડી આવ્યા હશે. તેઓએ ઝડપથી આગળ વધી પહેલાં તો અમારી દેખાવડી યુવાન એરહોસ્ટેસોની પાછળ પડ્યા. તેઓ સ્ત્રીઓએ કરેલી આડશ તરફ ભાગી. મેઈન એર હોસ્ટેસે પ્રતિકાર કરવા ખજૂરી કે તાડનું પાન તેમની તરફ ઉગામી વીંઝવા માંડ્યું. એક માણસ પાછળ હટ્યો પણ ખરો. એર હોસ્ટેસ આગળ જઈ તેમને પાછળ હટાવે ત્યાં પાછળથી આવી બીજા