|| વિચારોનું વૃંદાવન || !! સ્મશાન !! થોડા વર્ષો પહેલા હું બહુ જ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. કોઈપણ કામમાં મન લાગે નહીં અને કરવાનું હોય એ કામ ગમે નહીં. સતત મૂંઝવ્યા કરતા દિવસો કંઈક સારું થશે એવી અપેક્ષાઓમાંથી પસાર થઈ રહ્યા હતાં. આ બધીય મૂંઝવણો વચ્ચે મનને થોડી રાહત મળે એવું સ્થળ હોય તો એ સુંદરપુરી. સુંદરપુરી એટલે શહેરનું ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલુ સ્મશાન. કાળઝાળ ગરમીમાં તેના એક એક ઝાડમાંથી ઠંડકના તીર છૂટી જાય. એ