ગીતાએ કુલદીપને ધમકી ભરી ચિઠ્ઠીથી એને લવ ગાર્ડનમાં એકાંતમાં મળવાં માટે મજબુર કરી દીધો. પ્રવિણ અને ભુપત રવિવારની સાંજે કુલદીપને ક્રિકેટ રમવા માટે બોલાવવા આવેલા પણ પોતાનું મન ક્રિકેટ રમવાનું નથી; એવું ખોટું બોલીને એ બન્નેને એના ઘરેથી મોકલી દીધા.એના દોસ્ત ગયા પછી એને ગીતાને મળવા જવાનો વિચાર મનમાં ખટકવાં લાગ્યો. ગીતા એને ઈમોશનલ અત્યાચાર કરી રહી હતી. એક પળ માટે એને ગીતાની સ્યુસાઇડ વાળી નોટની બધી વાત પ્રવિણને કહેવાની ઈચ્છા થઈ હતી. ગીતાની ગેરવ્યાજબી માંગણીને કારણે એ આત્મહત્યા કરવાં સુધી આવી પહોચશે. એવી વાત જો એનાં મિત્રોને ખબર પડે તો ગીતાની આબરૂ એનાં મિત્રો પાસે શૂન્ય થઈ જવાનો ડર