અંતિમ પડાવ

અંતિમ પડાવ હું અને મારા પત્ની રોજ જ ગામમાં મંદિરે દર્શન કરવાં જઈએ. એ વખતે અમારા ગામના પાદરમાં એક ઓટલા પર કાયમ નજર જાય. લગભગ ત્રણેક ફૂટ ઊંચો અને છથી સાત ફૂટ લાંબો કાળો પથ્થરવાળો ઓટલો. એની પર કોઈક વખત ફુલો હોય કોઈ વખત હાર હોય. આ બધું હોય એટલે સમજી જઈએ કે આજે કોઈ વ્યક્તિનું દેહાંત થયું. અમે ઓટલાને પગે લાગીએ. મનોમન બોલીએ કે ભગવાન એની આત્માને શાંતિ આપે.         એ ઓટલા પર લખેલું છે, "અંતિમ પડાવ."        માણસ જન્મે છે ત્યારે ખબર નથી હોતી કે મારે છેલ્લે તો અહીંયા જ આવવાનું છે. કોઈ પણ માણસ