અક્સ્માતે થયેલી શોધોએ માનવજીવન બદલી નાંખ્યું....

  • 712
  • 270

જ્યારથી માનવી બે પગો થયો ત્યારથી સતત શોધ અને સંશોધન ચાલુ છે.તેણે અગ્નિ જોયો હતો તેણે દાવાનળની વિનાશકતાનો અનુભવ કર્યો હતો પણ ચકમકનાં બે પથ્થર સાથે ઘસવાથી ચિંગારી પેદા થાય છે તેનો તેને અકસ્માતે બોધ થયો હતો.આ આપણી કદાચ પહેલી અકસ્માતે થયેલી શોધ હતી.ત્યારબાદ તો માનવીની બુદ્ધિએ માનવજાતને અવકાશમાં અને પૃથ્વીનાં પેટાળમાં પહોંચાડી છે એક સમયે જેને આપણે ચમત્કાર ગણતા હતા તે આજે આપણા માટે વાસ્તવિકતા છે.જેનો શ્રેય આપણી સંશોધનવૃત્તિને જાય છે.કેટલીક શોધો એવી છે જેના માટે પહેલેથી નક્કી કરીને પદ્ધતિસર કામ કરાય છે અને તેનો વિકાસ કરવામાં આવે છે.જ્યારે કેટલીક શોધ એવી છે જે અન્ય શોધ કરતી વખતે અકસ્માતે