"સર કોઈ જાતના પ્રયોગ ખાતર આ કામ ન કરી શકાય." જોસેફે ના પાડી દીધી."ઠીક છે. પણ આ કેસ જેટલો સહેલો દેખાય છે એટલો નથી." મહિપાલ સિંહે જોસેફને જણાવ્યું.જોસેફ પણ હવે મગજમાં પ્રશ્નો ની વણઝાર લઈને નીકળી ગયો. પોલીસ સહિત ફોરેન્સિક ટીમે ડોક્ટર મજમુદાર ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે એ પહેલા બધી જ ચકાસણી કરી લીધી.મહિપાલ સિંહે પોતાની ટીમના લોકો સાથે વાતચીત કરતા કહ્યું:"ડોક્ટર મજમુદાર ના પરિવાર ની વાતચીત પરથી એમ લાગે છે કે ગત રાત્રે તેઓ ખુબ ટેન્શનમાં હતા અને અચાનક જ અંહી આવવા માટે પ્લાન બનાવ્યો હતો.કોઈ બહુ મોટું રહસ્ય છે પણ તેના આસીસ્ટનટ ને પણ ખબર નથી.