જોસેફ અચાનક જ ફોટાઓ જોઈને ગળગળો થઈ ગયો. એ બધું હજી સરખી રીતે ભુલ્યો પણ ન હતો અને કુદરત દર નાની નાની ઘટનાઓથી તેને બધું યાદ અપાવતી હતી. અઠવાડિયા થી વધુ સમયથી ઘર બંધ હોવાથી ખુબ જ ગંદું થઈ ગયું હતું. જોસેફે સૌથી પહેલાં તો પોતાના સામાન ને બાજુએ મૂકીને મુખ્ય રૂમમાં લાઈટ પંખા ચાલુ કરીને પછી થોડી સાફ સફાઈ કરીને પોતાના બેડ પર ચાદર બદલી. એ દરેક નાની નાની ઘટનાઓથી પોતાની જાતને સંભાળી ગમે તેમ રસોડામાં પાણી ને બધું ભરી લે છે. ઘરમાં જ પડ્યા થોડા નાસ્તાને ખાઈ પછી જોસેફ બેડ પર સુઈ ગયો અને પોતાની આંખો બંધ કરીને પત્ની,